14 January 2014

ધો. ૧માં પ્રવેશ

ધો. ૧માં પ્રવેશના મુદે ફરીથી વાલીઓએ સરકાર સામે આંદોલન શરૂ કરી દીધું છે. ૩૧ મે ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તો જે તેમને જૂન ૨૦૧૪માં ધો. ૧માં ફરજિયાત પ્રવેશ આપવો. પરંતુ આ વખતે
પણ રાજ્યના ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી સિનિયર કે.જી કરવું પડે તેવી સ્થિતી ઊભી થઇ છે. જેને લઇ આજે રોષે ભરાયેલા વાલીઓએ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે વાલી નિરવ પંડયાએ જણાવ્યું હતું કે, આ વખતે એવા ઘણાય વિદ્યાર્થીઓ છે જેમને પાંચ વર્ષ પૂર્ણ થવામાં બે થી ત્રણ કલાકનો ફેર આવે છે. છતા તેમને ફરીથી સિનિયર કે.જી. કરવું પડે તેમ છે. સરકારે ગત વર્ષે ઓગસ્ટ મહિના સુધી રાહત આપી તો અમે શુ ગુનો કર્યો છે. કાંકરિયા અને પાલડી દીવાન બલ્લુભાઇ શાળાના ૧૦૦થી વધુ સરસ્વતી શાળાના ૧૧, સી.અને વિદ્યાલયના ૧૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જ્યારે રાજ્યભરમાં ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરીથી ધો. ૧માં પ્રવેશથી વંચિત છે. અમે આગામી આંદોલનની રણનીતિ નક્કી કરીશું.